Subscribe Us

Breaking

Friday, March 15, 2024

March 15, 2024

Khergam : ખેરગામ ગ્રામ પંચાયત સહયોગથી શ્રીમદ્દ રાજચંન્દ્ર હોસ્પિટલ દ્વારા નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

                                       

Khergam : ખેરગામ ગ્રામ પંચાયત સહયોગથી શ્રીમદ્દ રાજચંન્દ્ર હોસ્પિટલ દ્વારા નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો.

તારીખ : ૧૪ માર્ચ ૨૦૨૪  ગુરુવારના રોજ સ્થળ : વલસાડ રોડ, ધર્મેશભાઈ પટેલની વાડીમા સમય : સવારે ૧૦.૦૦ વાગ્યાથી  બપોરે ૩.૦૦ વાગ્યા સુધી નિશુ:લ્ક જનરલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો.

જેમાં બ્લડ સુગર,બ્લડ પ્રેશર, શરદી, ખાંસી, તાવ, ઝાડા-ઉલ્ટી,ખાસ કરીને એનિમીયાની તપાસ (શરીરમા હીમોગ્લોબીન (લોહી)નું પ્રમાણ)નાં કુલ ૩૯૫ જેટલાં લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. દાંતની સમસ્યાને લગતા ૭૦ જેટલાં લાભાર્થીઓની તપાસ કરવામાં આવી હતી. જ્યારે આંખની તપાસ કરી અને ૨૭૪ જેટલાં લાભાર્થીઓને ચશ્માં વિતરણ કરવામાં આવ્યું હતું.

જેઓનું લોહીનું પ્રમાણ 7% થી ઓછુ આવ્યું હશે તેવા એનિમીયાના (લોહીની ઊણપ વાળા)દર્દીઓને આયુષ્યમાન ભારત કાર્ડ હેઠળ નિઃશુલ્ક સારવાર માટે શ્રીમદ્દ રાજચન્દ્ર હોસ્પિટલમાં સઘન સારવાર માટે મોકલવામાં આવશે.

આ પ્રસંગે ગામના સરપંચ ઝરણાબેન પટેલ, ડેપ્યુટી જીગ્નેશભાઈ પટેલ, મામલતદારશ્રી દલપતભાઈ(ડી.સી. બ્રાહ્મણકાચ્છ) સાહેબ, ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશભાઈ વિરાણી સાહેબ, પીએસઆઈ એમ.બી. ગામીત સાહેબ, તલાટી કમ મંત્રીશ્રી પ્રભાતસિંહ પરમાર,કોંગ્રેસ સમિતિના પ્રમુખ સશીનભાઈ પટેલ, તાલુકા સભ્ય વિભાબેન પટેલ, ગ્રામ પંચાયત સભ્ય જીજ્ઞાબેન પટેલ, શૈલેષભાઈ પટેલ, રંજનબેન પટેલ,હેમલતાબેન પટેલ, માજી સરપંચ અશ્વિનભાઈ પટેલ, પત્રકારમિત્રો, શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરો અને ગામના અગ્રણી ભાઈ - બહેનો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.





Friday, March 8, 2024

March 08, 2024

Khergam : ખેરગામ તાલુકાની પાટી પ્રાથમિક શાળામાં પીએમશ્રી શાળા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

   

Khergam  : ખેરગામ તાલુકાની પાટી પ્રાથમિક શાળામાં પીએમશ્રી શાળા મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

આજરોજ તારીખ :૦૮-૦૩-૨૦૨૪નાં દિને પાટી પ્રાથમિક શાળામાં શાળાના પીએમસીશ્રી મકાનનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. 

જેમાં ગણદેવી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પરેશભાઈ પટેલ, માજી જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ભીખુભાઇ આહીર ,નવસારી જિલ્લાના નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી નવીનભાઈ પટેલ સાહેબ , આરોગ્ય અધિકારીશ્રી, ખેરગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, પાટી ગામના સરપંચ શ્રી, તોરણવેરા ગામના સરપંચ શ્રી ,પાણીખડકના સરપંચ શ્રી ,તાલુકા પંચાયત સભ્યશ્રીઓ ,ખેરગામ તાલુકા ભાજપના અગ્રણી ચુનીભાઇ પટેલ, વાડ ગામના સરપંચશ્રી,  બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્રી દિનેશભાઈ પટેલ, અગ્રણીઓ ,ભૂતપૂર્વ આચાર્યશ્રીઓ ,ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશભાઈ તથા ખેરગામ તાલુકાના મહામંત્રી શ્રી કિરીટભાઈ અને ખેરગામ તાલુકાના  BRC CO. વિજયભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.








Monday, March 4, 2024

March 04, 2024

Khergam : ખેરગામ તાલુકામાં ૪.૨૦ કરોડના ખર્ચે પાંચ માર્ગનું નવનિર્માણ કરાશે, ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત.

        

Khergam : ખેરગામ તાલુકામાં ૪.૨૦ કરોડના ખર્ચે પાંચ માર્ગનું નવનિર્માણ કરાશે, ધારાસભ્ય નરેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત.

ખેરગામ તાલુકામાં રૂપિયા ૪.૨૦ કરોડના ખર્ચે પાંચ રસ્તાના મજબૂતીકરણ માટે મંજૂરી મળતા રવિવારે ત્રણ જેટલા રસ્તાના ખાતમુહૂર્તનો કાર્યક્રમ ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે ભાજપ પ્રમુખ ચુનિભાઈ પટેલ,મહામંત્રી શૈલેષભાઈ તેમજ લિતેશભાઈની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. ખેરગામ પાટી રોડથી ભેરવી હરિજન વાસનો ઝરા ફળિયાનો માર્ગ જે ઘણા વર્ષથી બિસમાર હાલતમાં હોય એ રસ્તો નવો બનાવવા સ્થાનિક લોકોની ઘણી માંગ હતી,જે દોઢ કિમીના રસ્તા માટે ૪૦ લાખ રૂપિયાની મંજૂરી મળતા તેનું કામ હાથ ધરવામાં આવશે. તેમજ ખેરગામ મિશન ફળિયા, રૂઝવણી, ડેબરપાડા, જામનપાડા સુધીનો સાડા પાંચ કીમીનો માર્ગ રૂપિયા દોઢ કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે.

ખેરગામ વાવ સુધીનો ૩.૪૦ કિમીનો રોડ ૯૨ લાખ અને ખેરગામ પીઠા સુધીનો ૩.૬૦ કિમીનો માર્ગ રૂપિયા એક કરોડના ખર્ચ મજબૂતીકરણ કરવામાં આવશે. જ્યારે ખેરગામ સામર ફળિયાનો ૧.૪૦ કિમીનો રસ્તો રૂપિયા ૩૮ લાખના ખર્ચે બનાવવામાં આવશે. આ મુખ્ય રસ્તા સમગ્ર વિસ્તારની સ્થાનિક પ્રજા માટે ખુબજ જરૂરિયાત હોય જેના નિર્માણ માટે રવિવારે ખાતમુહૂર્ત યોજાતા સ્થાનિક લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ હતી. આ પ્રસંગે તાલુકા પંચાયતના દંડક પૂર્વેશ ખાંડાવાલા, તાલુકા પ્રમુખ રાજેશ પટેલ, ભીખુભાઈ આહીર, તર્પણાબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 




Saturday, February 3, 2024

February 03, 2024

Khergam : ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ભાઈઓ અને બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

                


Khergam : ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ભાઈઓ અને બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ.

તારીખ : ૦૩-૦૨-૨૦૨૪નાં દિને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત ખેરગામના વાડ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભાઈઓ અને બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં ભાઈઓની બજરંગ ઈલેવન અને જયશ્રી રામ એમ બે ટીમ અને બહેનોની બ્લૂ જાયન્ટ અને પિન્ક પેન્થર એમ બે ટીમ મળી કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો.જેમાં ભાઈઓમાં બજરંગ ઈલેવન અને બહેનોમાં પિન્ક પેન્થર ટીમ વિજેતા થઈ હતી વિજેતા ટીમને અને રનર્સ ટીમને ટ્રોફી દ્વારા સન્માન કરવામાં આવ્યું  હતું 

જેમાં કાર્યક્રમના ઉદ્દઘાટક તરીકે ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખશ્રી રાજેશભાઈ પટેલ, કાર્યક્રમનાં અધ્યક્ષ તરીકે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

જ્યારે અતિથિ વિશેષશ્રી પદે શ્રી મહેશભાઈ વિરાણી (TDO સાહેબશ્રી ખેરગામ),શ્રીમતી લીનાબેન અમદાવાદી (તા.પં. ઉપપ્રમુખશ્રી), શ્રીમતી જશોદાબેન પટેલ શ્રીમતી અલ્કાબેન પટેલ (તા.પં. સદસ્ય), શ્રીમતી અંજલિબેન પટેલ (સરપંચશ્રી ગ્રા.પં.) તેમજ સરપંચ પતિ અને વાડ ગામના અગ્રણી ચેતનભાઈ પટેલ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિલીપભાઈ પટેલ, નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી રાજેશભાઈ ચૌધરી, ખેરગામ શિક્ષક સંઘ પૂર્વ પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી, ચિખલી શિક્ષક સંઘના પ્રમુખશ્રી હિતેશભાઈ પટેલ, ચિખલી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી વિજયભાઈ, ચિખલી શિક્ષક સંઘના ઉપપ્રમુખશ્રી યોગેનસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

આમંત્રિત મહેમાનશ્રીઓમાં શ્રી વિજયકુમાર પટેલ (બીઆરસી કો.ઓ. ખેરગામ),શ્રી સુનિલભાઈ પટેલ (ચેરમેનશ્રી ધી ચીખલી/ ખેરગામ તાલુકા ટીચર્સ ક્રેડિટ સોસાયટી),શ્રી પ્રશાંતકુમાર પટેલ બીટ નિરીક્ષકશ્રી ખેરગામ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મહાપ્રસાદનું આયોજન  વાડ ગામના અગ્રણી દાતાશ્રી, સામજિક કાર્યકર અને બક્ષીપંચ યુવામોર્ચા પ્રમુખશ્રી, ખેરગામનાં દિનેશભાઈ પટેલ તરફથી  કરવામાં આવ્યું હતું.

આ તબક્કે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ સહિત સમગ્ર શિક્ષક સમાજ શ્રી દિનેશભાઈ પટેલનો શિક્ષક સમાજના કાર્યક્રમને સફળ બનાવવા બદલ અંતઃ કરણપૂર્વક આભાર વ્યક્ત કરે છે.



Tuesday, January 30, 2024

January 30, 2024

Khergam: ખેરગામ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીશ્રી પ્રભાતસિંહ પરમારનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રેષ્ઠ તલાટીનું સન્માન.

                  

Khergam:  ખેરગામ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીશ્રી પ્રભાતસિંહ પરમારનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રેષ્ઠ તલાટીનું સન્માન.

ખેરગામ તાલુકાના વાડ ગામે ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં દિને  ખેરગામ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રભાતસિંહ કરણસિંહ પરમારનું તાલુકાનાં શ્રેષ્ઠ તલાટી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું.

ખેરગામ ગ્રામપંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી પ્રભાતસિંહ પરમારની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તાલુકાનાં શ્રેષ્ઠ તલાટી તરીકે ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશ વિરાણીએ સન્માન કર્યું હતું. ખેરગામના અગ્રણીઓએ પ્રભાતસિંહ પરમારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેઓ ઉત્તરોઉત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.

Friday, January 5, 2024

January 05, 2024

ખેરગામ ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાલુકા પંચાયત ચેમ્પિયન.

               


ખેરગામ ખાતે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં તાલુકા પંચાયત ચેમ્પિયન.

ખેરગામ: ખેરગામ તાલુકાના વાવ ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર તાલુકા પંચાયત ખેતીવાડી વિભાગ મેપ અને તાલુકાના સરપંચો માટે ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સરપંચો અને તાલુકા પંચાયતની ટીમ વચ્ચે મુકાબલો થયો હતો તાલુકા પંચાયતે પ્રથમ બેટિંગ કરીને 8 ઓવરમાં 86 રન કર્યા હતા જેના જવાબમાં સરપંચોની ટીમ 75 રન ઉપર સમેટાઈ જતા ખેરગામ તાલુકા પંચાયત ટીમ ચેમ્પિયન બની હતી ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવાનું કારણ સરપંચો અધિકારીઓ કર્મચારીઓ વચ્ચે સંકલન રહે તેમજ વિકાસના કામો પણ સરળતા થી થાય એમ તાલુકા વિકાસ અધિકારી એમપી વિરાણીએ જણાવ્યું હતું.









Sunday, November 19, 2023

November 19, 2023

ખેરગામ તાલુકાના ત્રણ એથ્લેટીક્સ ખેલાડીઓ ચાર ગોલ્ડ અને બે સિલ્વર મેડલ સાથે જિલ્લાની સ્પર્ધામાં ઝળક્યા.

                                

ખેરગામ તાલુકાના ત્રણ એથ્લેટીક્સ ખેલાડીઓ ચાર ગોલ્ડ અને બે સિલ્વર મેડલ સાથે જિલ્લાની સ્પર્ધામાં ઝળક્યા.

આજ રોજ તા 19 /11/2023 ના રવિવારના રોજ નવસારી જિલ્લાની થર્ડ માસ્ટર એથ્લેટીક્સ  સ્પર્ધા મદરેસા હાઈસ્કૂલ નવસારી ખાતે  યોજાઈ હતી. 

જેમાં ખેરગામ તાલુકામાં થી ખેરગામ કુમારશાળાના રીટાયર્ડ શિક્ષકશ્રી મણિલાલ  પટેલ, ખેરગામ નાંધઈ વાળી ફળિયાના વતની એવા નિવૃત  S.T. કર્મચારીશ્રી બાબુભાઈ પટેલ તથા ખેરગામ  બહેજ પ્રાથમિક  શાળાના ઉપશિક્ષક શ્રી પ્રવિણભાઈ પટેલે ભાગ લીધો હતો. 

શ્રી મણિલાલ પટેલ 60 વર્ષથી  વધારે ઉમરના વયજૂથ કેટેગરીમાં ભાગ લઈ 400 અને 800 મી દોડમાં દ્વિતીય નંબર, શ્રી બાબુભાઈ પટેલ 70 વર્ષ થી વધારે ઉમરના વયજૂથમાં ભાગ લઈ 400 તથા 800 મી દોડમાં પ્રથમ ક્રમ તથા  શ્રી પ્રવિણભાઈ પટેલે 55 વર્ષ થી વધારે ઉમરના કેટેગરીમાં ભાગ લઈ 400મી તથા 800મી દોડમાં પ્રથમ ક્રમે જીત મેળવી હતી. 

જેમાં પ્રવીણભાઈ પટેલ બે  ગોલ્ડ મેડલ, બાબુભાઈ પટેલ બે ગોલ્ડ મેડલ અને મણીલાલ પટેલ બે સિલ્વર મેડલ મેળવી ખેરગામ તાલુકાનું નામ રોશન કર્યું છે. 

હવે પછી તેઓ રાજય કક્ષાની એથ્લેટીક્સ  સ્પર્ધામા  ભાગ લેશે.