Khergam: ખેરગામ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રીશ્રી પ્રભાતસિંહ પરમારનું ઉત્કૃષ્ટ કામગીરી બદલ શ્રેષ્ઠ તલાટીનું સન્માન.
ખેરગામ તાલુકાના વાડ ગામે ૭૫ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનાં દિને ખેરગામ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી પ્રભાતસિંહ કરણસિંહ પરમારનું તાલુકાનાં શ્રેષ્ઠ તલાટી તરીકે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું.
ખેરગામ ગ્રામપંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી પ્રભાતસિંહ પરમારની ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તાલુકાનાં શ્રેષ્ઠ તલાટી તરીકે ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી મહેશ વિરાણીએ સન્માન કર્યું હતું. ખેરગામના અગ્રણીઓએ પ્રભાતસિંહ પરમારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેઓ ઉત્તરોઉત્તર પ્રગતિ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી.
No comments:
Post a Comment